ભાવનગર,તા.૧૦
બે દિવસ પૂર્વે ભાવનગર શહેરના પયિકાશ્રમ પાસે આવેલ ઝાકાફળીમાં એક મિલકત સંબંધે હિંસક મારામારી થવા પામી હતી. જેમાં બે યુવકો ઉપર આઠથી દસ લોકોએ તલવારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરતા જેમાં બે પૈકી એક યુવકનું મોત થતા આ ઘટના અંગે સી.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.
ભાવનગર પથિકાશ્રમ પાસે હિંસક મારામારીમાં યુનુસભાઈ મોદી મેમણ નામના વ્યક્તિનું મોત થયું હતું અને ખુનનો ગુનો દાખલ થતા સી ડિવીઝન પોલીસે આજે આઠ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં સરફરાજ ઉર્ફે સફુ ફારૂક લાખાણી, હસન ઉર્ફે ભોલુ સલીમ લખાણી, આમીર મહંમદહુસેન, સલીમ ઈશા લખાણી, સુફિયાનભાઈ, ભાર્ગવ, મહંમદ રાઠોડ અને સુફિયાન ફારૂક લાખાણી સહિતનાને ઝડપી લેવાયા છે અને પોલીસ દ્વારા તમામની રીમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે. તેમ પોલીસમાંથી જાણવા મળેલ છે. આ બનાવના મૂળ કારણમાં પીયર પક્ષ અને સાસરિયા પક્ષ વચ્ચે મિલકતનો ઝઘડો હોવાનું જાણવા મળી રહ્યું છે. બન્ને પક્ષો એક બીજાના કૂટુંબી સભ્યો થાય છે.