(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૧૫
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ફક્ત રૂા.ર૦૦ની લૂંટ બાબતે બે શખ્સોએ પરપ્રાંતિયને લાકડી, ધોકા વડે માર મારતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ, એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતાં અદાલતે બંને આરોપીઓ આજીવન કેદની સજા અને જુદી-જુદી કલમો હેઠળ કુલ રૂા.૮પ૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો. આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૬/૧૧/ર૦૧૮ના રોજ રાત્રીના ૯ કલાકના સુમારે આરોપી અનિલ ઉર્ફે અનકો હિંમતભાઈ મકવાણા (ઉ.વ.૨૪, રહે. હાદાનગર, ભાવનગર) નામના બંને શખ્સોએ ચિત્રા, જીઆઈડીસી ખાતે ફરિયાદી શૈલેન્દ્રકુમાર ગંગીરામ કોરી જાતે ભૈયાજી (ઉ.વ.ર૦, રહે. પલિયા પોસ્ટ, મલાવાન, જિ.ફૈઝાબાદ હાલ ચિત્રા જીઆઈડીસી ભાવનગર) તથા ઘુઘા સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૧, રહે.હાદાનગર, ભાવનગર) નામના બંને શખ્સોએ ચિત્રા, જીઆઈડીસી, ભાવનગર) ઉક્ત બંને શખ્સોએ મૂંઢમાર મારી તેમની મોટર સાઈકલ ઉપર પપ્પુ રામદુલેરાભાઈ કોરી (ઉ.વ.૩૩ રહે. કોરો રાઘવપુર, તા.હૈદરગંજ, જિ.ફૈઝાબાદ હાલ રહે. ચિત્રા જીઆઈડીસી, ભાવનગર) પપ્પુભાઈને બાઈક ઉપર બેસાડી તેમનું અપહરણ કરી તેમના ખિસ્સામાંથી પાકિટ લઈ રોકડા ર૦૦ની લૂંટ કરી વધુ પૈસા ખોલીમાંથી લઈ આવ નહીંતર તને પતાવી દઈશું તેવી ધમકી આપી, લાકડાના ધોકા વડે ઉક્ત બંને આરોપીએ મારમાર્યો હતો અને માથાના ભાગે ઈજા પહોંચાડતા ગંભીર રીતે ઘવાયેલા પપ્પુભાઈનું મોત નિપજાવી ઉક્ત આરોપી નાસી છૂટ્યા હતા. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે બંને આરોપીઓને ઈપીકો કલમ ૩૦ર મુજબનો ગુનો સાબિત માની બંને આરોપીને કસૂરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા.પાંચ હજારનો દંડ, ઈપીકો કલમ ૩૯૪ મુજબના ગુનામાં પાંચ વર્ષની સજા અને રૂા.ર હજારનો રોકડ દંડ ઈપીકો કલમ ૩૬પ મુજબના ગુનામાં એક વર્ષની સજા અને રૂા.૧ હજારનો દંડ, ઈપીકો કલમ ૩ર૩માં છ માસની સજા અને રૂા.પ૦૦નો દંડ આમ કુલ રૂા.૮પ૦૦નો દંડ અને આજીવન સજા બંને આરોપીને અદાલતે ફટકારી હતી.
ભાવનગરમાં ર૦૦ની લૂંટમાં પરપ્રાંતિય યુવાનની હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદની સજા

Recent Comments