ભાવનગર, તા.૧પ
કોરોના વાયરસની મહામારીએ ગુજરાત અજગરી ભરડામાં લીધું છે. દિવસે દિવસે કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં વધુ એક વૃદ્ધનું કોરોના વાયરસનાં કારણે મોત થયું છે. ભાવનગરનાં મૃત્યુનો આંક-૮ પર પહોંચ્યો છે.
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનાં ૧૦૨ કેસ નોંધાઇ ચુક્યા છે. તેની સાથો સાથ સાજા થવાની સંખ્યામાં પણ ઉતરોતર વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસને મ્હાત આપી ૬૫ વ્યક્તિઓ મુક્ત થયા છે. ભાવનગરમાં હજુ તો કોરોના વાયરસનાં પોઝિટિવ કેસમાં વડવા પાદર દેવકી ખાતે ૭ર વર્ષીયને સારવાર માટે આઇશોલેશન વોર્ડમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ભાવનગરમાં કોરોના વાયરસને કારણે મૃત્યુનો આંક-૮ પર પહોંચ્યો છે.