ભાવનગર, તા.૨૧
ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા કોરોનાના કેસ નોંધવા પામ્યા નથી. પરંતુ સારવાર હેઠળ રાખવામાં આવેલ મહિલાનું મોત થઇ ચુક્યું છે. આમ કુલ મળી ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનાં ૩૨ પાઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાંચ વ્યક્તિઓ કોરોના વાયરસને કારણે મોતને ભેટ્યા છે. અને ૧૬ વ્યક્તિઓ કોરોના વાયરસ મૂક્ત થઇ ચુક્યા છે. હાલ ૧૨ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
ભાવનગર શહેર જિલ્લામાં નવા કોરોના વાયરસનાં કેસ નોંધવા પામ્યા નથી પરંતુ ૧૭-૦૪-૨૦નાં દિવસે કોરોના વાયરસના પોઝિટિવ આવતા આઇશોલેશનમાં દાખલ કરવામાં આવેલ મહિલાનું મંગળવારની સવારે જિલ્લા વિકાસ અધિકારીનાં જણાવ્યા અનુસાર ૩૨ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે ૩૨ સેમ્પલો નેગેટિવ આવ્યા છે.

ભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાધો

ભાવનગર શહેરનાં ઉત્તર કૃષ્ણનગર પાસે આવેલી રેશન શોપની દુકાન પાસે રહેતા હિતેષભાઇ દેવજીભાઇ સમુરા (ઉ.વ.૨૩) પોતાનાં કેરમ રમતા હોય પિતા દેવજીભાઇએ કેરમ નહીં રમવા બાબતે ઠપકો આપ્યો હતો પિતાનાં આ નાનકડા ઠપકાથી યુવાનને લાગી આવતા હિતેષભાઇ ઘરની બહાર નિકળ્યા હતા. અને ઘરની થોડે દુર આવેલા ત્રિકોણીયા બગીચામાં આવેલી લોખંડની જાળી સાથે રૂમાલ બાંધી જાતે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતકને પી.એમ. અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.