ભાવનગર, તા.ર૩
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા ૩૪ પર પહોંચી છે. જ્યારે પાંચ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. તદ્‌ઉપરાંત ૧૮ વ્યક્તિઓ કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ કોરોના મુક્ત થયા છે પરંતુ અન્ય બીમારીના કારણે અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેર જિલ્લામાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરીને કારણે સાજા થવાનો રેશિયો દિવસે-દિવસે વધી રહ્યો છે. કોરોના મુક્ત થવાનો રેશિયો પ૦ ટકા કરતા વધારે થવા જઈ રહ્યો છે.ભાવનરગના કરચલિયા પરા ક્લસ્ટર ઝોનને અડીને આવેલા કણબીવાડ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત મોડીરાત્રિના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરિવારજનોને પણ સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે.