ભાવનગર, તા.૩૦
ભાવનગરમાં પણ કોરોના વાયરસનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગુરૂવારની સવારે એકસાથે ચાર નવા કોરોના વાયરસનાં કેસો નોંધાતા ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યા ૫૦ પર પહોંચી છે. ભાવનગરમાં ચાર નવા કેસનો ઉમેરો અગાઉ મૃત્યુ પામેલા અમિપરાની મહિલાનાં પરિવારનાં પતિ-પત્ની અને પુત્રને સમરસ હોસ્ટેલ ખાતે રાખવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત વધુ એક વડવા માઢિયા ફળી ખાતે રહેતા મહિલાને સમરસ હોસ્ટેલ ખાતે રાખવામાં આવેલ જેમના ટેસ્ટ લેવામાં આવતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને આઇશોલેશન વોર્ડ ખાતે સારવાર માટે ખસેસડવામાં આવ્યા છે.
ભાવનગર શહેર જિલ્લામાં ગુરૂવારનાં દિવસે ત્રણ નવા કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોનો ઉમેરો થતાં ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ૫૦ પર પહોંચી છે. જ્યારે પાંચ વ્યક્તિઓ કોરોના સામેની જંગ હારી મોતને ભેટ્યા છે. તદ્ઉપરાંત ૨૨ વ્યક્તિઓ કોરોના વાયરસને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ૨૩ વ્યક્તિઓ હાલ આઇશોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. ભાવનગરમાં ત્રણ નવા કોરોના વાયરસનાં પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરનાં અમિપરા વિસ્તારમાં રહેતા નવશાદભાઇ યુસુફભાઇ કુરેશી ઉ.વ.૩૮, શબાનાબેન નવશાદભાઇ કુરેશી ઉ.વ.૩૩ તથા નિહાલ નવશાદભાઇ કુરેશીને અગાઉ આવેલા પોઝિટિવ કેસને કારણે સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા તદ્ઉપરાંત માઢીયા ફળી વડવા ખાતે રહેતા વહિદાબેન નુહમભાઇ રાઠોડ ઉ.વ.૫૨ ને અગાઉના પોઝિટિવના કેસનાં સંપર્કમાં હોવાના કારણે સમરસ હોસ્ટેલ ખાતે રાખવામાં આવેલ જ્યાં તેમના ટેસ્ટીંગ કરવામાં આવતાં રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ભાવનગરમાં વધુ ચાર કેસ નોંધાતાં કોરોના વાયરસ પોઝિટિવની ફિફ્ટી

Recent Comments