ભાવનગર, તા.૧૮
કોરોના વાયરસનાં સંક્રમણમાં વધુ બે વ્યક્તિઓનો ઉમેરો થતાં ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦૯ પર પહોંચી છે. જ્યારે ભાવનગરમાં કોરોના વાયરસને મ્હાત આપી બે દર્દીઓ ને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરતાની સાથે સાજા થવાની સંખ્યા ૭૩ પર પહોંચી છે. ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં સંકજામાં છે ત્યારે ઉગલવાણ ગામે આવેલા પોઝિટિવ કેસમાં સમરસ હોસ્ટેલ ખાતે કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ નૈતિક જગદિશભાઇ નકુમ (ઉ.વ.૬) તથા કુંજલ જગદિશભાઇ નકુમ (ઉ.વ.૭)ના ટેસ્ટીંગ લેવામાં આવતા બન્નેનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં બન્ને આઇશોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરમાં વધુ બે દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. જેમાં રેલ્વે સ્ટેશન ખાતે રહેતાં યાસ્મીનબેન મહેબુબભાઇ પરમાર (ઉ.વ.૪૫), અને પખાલીવાડ ખાતે રહેતા મહેતબભાઇ મહેબુબભાઇ પરમાર (ઉ.વ.૧૫) કોરોના વાયરસને મ્હાત આપતાં સર. તખ્તસિંહજી હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસઃ બે વ્યકિતઓ ડિસ્ચાર્જ

Recent Comments