વીર ચેરિટેબલ ટ્રસ્ટ નવાપરા ભાવનગર દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરના નવાપરા ચોક ખાતે, સ્થાનિક મહેંદી સ્કૂલના ટ્રસ્ટી મોહસીનભાઈ ધરમશીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જેમાં ભાવનગરમાં વસતા દેશના સૈનિકો સહિત મહાનુભાવોની હાજરીમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રા શહેરના નવાપરા, મોતીબાગ રોડ, ઘોઘા ગેઈટ ચોક, હલુરિયા ચોક સહિતના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ તિરંગા યાત્રાએ સારૂ એવું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ શહેરના નવાપરા ચોક ખાતે રાષ્ટ્રીય ગીત સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ મેયર મનભા મોરી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મુન્નાભાઈ વરતેજી, મોહસીન વરતેજી, એમ.આઈ. સોલંકી (જોઈન્ટ સેક્રેટરી ભાવનગર કસ્બા અંજુમને ઈસ્લામ), શબ્બીર અસારિયા, પૂર્વનગર સેવક ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, સિરાજ નાથાણી, શહેર ભાજપ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઈલ્યાસભાઈ લાકડાવાળા, ઈલ્યાસભાઈ વાળુકડ, મુન્નાભાઈ, સલીમભાઈ બરફ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઈદ્રીશભાઈ સોલંકી, જાબીરભાઈ સરવૈયા, રફીકભાઈ આર. સૈયદ, અમીનભાઈ સોલંકી (સાણોદર), જીગરભાઈ માણેક સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.