ભાવનગર, તા.ર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રહેતા હરમિલેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ અને તેનો જોડીદાર ભાઈ હરપાલભાઈ તેમજ કૌટુંબિક ભાઈ હાર્દિકભાઈ નાનજીભાઈ ચૌહાણ બપોરના સુમારે ભંડારિયા નજીકના નાગધણીંબા ગામે દર્શન માટે ગયા હતા. તે વેળાએ હરમિલેશભાઈ ચૌહાણ (ઉ.વ.૧૮), નાગધણીંબાના પાણી ભરેલા તળાવની પાળ ઉપર ચડી પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યો હતો તે વેળાએ અચાનક બેલેન્સ ગુમાવતા અકસ્માતે તળાવમાં પડી જતાં ઊંડા પાણીમાં ડૂબી જતા આ યુવાનનું મોત નિપજ્યું હતું.
ભાવનગર શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા નીલેશ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.ર૦) નામનો યુવાન પોતાના ઘરે મોબાઈલ ફોનમાં ગેમ રમવામાં મગ્ન બનતા અકસ્માતે પડી જતા આ યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.