ધોળકા, તા.૨૭
ધોળકામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવના વધુ ચાર કેસો નોંધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.ગતરોજ કાઝીટેકરામાં રહેતા એક ખાનગી તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલ અન્ય એક તબીબ સહિત અમુક લોકોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવેલ છે. પાલડી ગામમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે આજે ભીમશેઠની પોળમાં એક પુરૂષ અને ભવાની સોસાયટીમાં એક પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલ ૧૧ લોકોને હોમ કવોરોન્ટાઇન કરાયા છે. દરમિયાન ધોળકા નગરપાલિકા દ્વારા પોલીસની મદદ લઈને આજે બજારમાં ચેકીંગ હાથ ધરી હેલ્થ કાર્ડ ના ધરાવતા અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા શાકભાજી અને ફ્રૂટની ૧૭ લારીવાળાઓ સામે ૧૮૧ મુજબ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એ.એસ.પી. નિતેશ પાંડેય, પીઆઇ એલ.બી.તડવી, ચીફ ઓફિસર એસ.કે.કટારા ઉપરાંત મ્યુનિ. કર્મીઓ અશોક પંજાબી, અશોક વાઘેલા, કિશન કા.પટેલ, વિવેક પટેલ, હર્ષદ પંચાલ વગેરે જોડાયા હતા. કિરીટભાઈ જીવણભાઈ રાણા હાલ રહેવાસી વેજલપુર ગોલવાડ ધોળકાને જૂની સિવિલ અસારવા અમદાવાદ ખાતે આજે દાખલ કરેલા જેઓનું આજે બપોર બાદ દુઃખદ અવસાન થયેલ છે.