(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૭
ભાવનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ભાવનગર શહેરમાં આજે તા.૭ને મંગળવારે શહેરમાં ૧૨ અને જિલ્લામાં ૭ સહિત કુલ ૧૯ કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં ભાવનગરમાં કુલ ૪૦૫ કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમજ ૧૩ના મોત થયા છે તેમજ ૨૦૮ પોઝિટિવ છે અને ૧૮૨ને રજા આપવામાં આવી છે આજે મહુવા બેંક ઓફ બરોડાના સિક્યુરીટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ કરી દેવામાં આવી છે અને સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં જુદા-જુદા તાલુકામાં ૭ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના દિવસમાં ૧૯ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.