ભાવનગર, તા.૨૯
કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે અત્યાર સુધી કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યા ૪૬ પર પહોંચી છે. જ્યારે ભાવનગર શહેર જિલ્લામાં કુલ ૨૧ વ્યક્તિઓ કોરોના વાયરસને મ્હાત આપી ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જેમાં ૯૨ વર્ષનાં વૃદ્ધ અને ૧૮ માસના બાળકે પણ કોરોના વાયરસને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. જ્યારે આજે બુધવારે ૪ વર્ષની બાળકીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ભાવનગર શહેર જિલ્લામાં કુલ ૨૨ વ્યકિતઓ કોરોના વાયરસનાં યુદ્ધમાં જંગ જીતી ગયા છે. ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસ સામે સાજા થવાનો રેસીયો ૫૦ ટકા છે. ત્યારે બુધવારે વધુ એક બાળકીએ કોરોનાને મ્હાત આપી છે. જેનાં ઘોઘાનાં મચ્છુવાડા વિસ્તારમાં રહેતી ફાતીમાં બીનીયામીન શેખ ઉ.વ.૪ને તા. ૧૧-૦૪-૨૦ નાં દિવસે દાખલ કરવામાં આવેલ છે જે બુધવારે રિપોર્ટ નેગેટીવ થતાં હોસ્પિટલે થી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.