(સંવાદદતા દ્વારા) ભાવનગર,તા.૧૬
ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવાને મળેલ બાતમી આધારે ભાવનગર ભરતનગર યોગેશ્વરનગરમાંથી આરોપી અશ્વિન ઉર્ફે ચીનો અશોકભાઇ ચૌહાણ રહેવાસી ભરતનગર યોગેશ્વવરનગર રૂમ નંબર ૮૪૭૦ ભાવનગરવાળાને તેના ઘરેથી ત્રણ શંકાસ્પદ મોટર સાયકલો સાથે ઝડપી પાડેલ મોટર સાયકલો બાબતે મજકુર આરોપીને પુછતા પકડાયેલ ત્રણેય મોટર સાયકલો પૈકી એક મો.સા. પોતે પાલિતાણાથી તથા બે મો.સા. પોતે ભરતનગર વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેથી આ બાબતે ખરાઇ કરતા એક મો.સા. બાબતે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મો.સા.ની ચોરીની તથા બે મો.સા. બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં વાહનચોરીઓના ગુનાઓ દાખલ થયેલ છે. મજકુર વિરૂદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, મજકુર આરોપી અગાઉ પણ બોટાદમાં આંગડીયા લુંટના ગુનામાં તથા ભાવનગરમાં તળાજારોડ ઉપર મોબાઇલ તથા રોકડ રૂપિયાની લુંટ કરવાના ગુનાઓમાં જેલવાસ ભોગવી ચુકેલ છે.