ભાવનગર, તા.૧૧
ભાવનગરના કાળુભા રોડ પર આવેલ પંચકુટીર એપાર્ટમેન્ટમાં રહેતા અને અલંગનો વ્યવસાય કરતા વેપારીનું એપાર્ટમેન્ટની અગાસી પરથી પડી જતા મોત નિપજ્યું હતું.
ભાવનગરના કાળુભા રોડ પર આવેલ પંચકુટીર એપાર્ટમેન્ટમાં રહેતા અને અલંગમાં મશીનરીનો વ્યવસાય કરતા પંકજભાઈ ભુપતભાઈ કોઠારીનું એપાર્ટમેન્ટની અગાસી પરથી નીચે પડી જતાં બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
નિલમબાગ પોલીસે પંકજભાઈના મૃતદેહને હોસ્પિટલ ખસેડી બનાવ અકસ્માતનો છે કે, આત્મહત્યા તે જાણવા તપાસ હાથ ધરી છે.