ભાવનગર, તા.૧૫
ભાવનગરની રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા આજે ભાવનગર નજીકના શિહોર ગામે ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રજવાડાના મ્યુઝિયમ બનાવવાના નિર્ણયને આવકારી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને ભવ્ય રજવાડા મ્યુઝિયમના નિર્ણયને આવકાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા આ સ્થળે મ્યુઝિયમ બનાવવા આવર નવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેને સફળતા સાપડી છે તેમ આગેવાનો જણાવ્યું હતું.