ભાવનગર,તા.૧૭
ભાવનગર કસ્બા અંજુમને ઈસ્લામના નવા બિલ્ડીંગનું લોકાર્પણ ઈમાનદાર મુબારકના પૌત્રના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાવનગર મુસ્લિમ સમાજની ૩૧ જમાતનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે કસ્બા અંજુમને ઈસ્લામ જે મુસ્લિમ સમાજના અનેક વિકાસના કામમાં આગળ રહે છે મુસ્લિમ સમાજના કબ્રસ્તાન જેવી ધાર્મિક તથા અન્ય સંસ્થાઓનું સંચાલન કરે છે આ બિલ્ડીંગ વર્ષો જુનુ હતું સમયને અનુસરીને જગ્યા અને ઘણુ બધુ જરૂરિયાતની સગવડ પડતી હોવાથી અત્યાધુનિક બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો જેમાં અત્યંત સુવિધા સજજ બિલ્ડીંગ માત્ર ૧૦ મહિનામાં તૈયાર કરી સમાજ માટે ખુલ્લુ મુકાયું. આ બિલ્ડીંગમાં મુસ્લિમ સમાજની તમામ જમાતની મીટિંગો, પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડાનું નિરાકરણ લાવવા એક વિશાળ કોન્ફરન્સ હોલ તથા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ફોર્મ, આરટીઈ ફોર્મ તથા મુસ્લિમ સમાજને મળતી તમામ સહાય માટેના ફોર્મ એક અલગ કોમ્પ્યુટર હોલ બનાવવામાં આવ્યો છે. બીજા માળે મોટો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં ૩૦૦થી ૪૦૦ લોકો મીટિંગમાં વેચી શકશે. આ હોલનું નામ મુબારક હોલ રાખવામાં આવ્યું છે. આ બિલ્ડીંગનું લોકાર્પણ શુક્રવારના રોજ ભાવનગર સ્ટેટમાં ફરજ બજાવતા સૈનિક જેને ઈમાનદારનું બિરૂદ મળ્યું હતું તેવા ઈમાનદાર મુબારકના પૌત્ર બિલાલ અબ્દુલ સીદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર મુસ્લિમ સમાજના ૩૧ જમાતના પ્રમુખો અને કારોબારી સભ્યોએ હાજરી આપી હતી.