ભાવનગર, તા.૩
તાલાલા ગીરમાં રહેતા ઈમરાન કાળુભાઈ સાયલી સીદી જવાન છેલ્લા ૧૩ વર્ષથી આર્મીમાં સેવા આપતા હતા. અરૂણાચલ પ્રદેશની સરહદ ઉપર પેટ્રોલિંગમાં હતા તે વેળાએ ટ્રક સરહદ પાસેની ઊંડી ખીણમાં અકસ્માતે પડી જતા ઈમરાનભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
શહીદ જવાન ઈમરાનને ભાવનગર શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવનગર શહેરના શહીદ સ્મારક હલુરિયા ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મર્હૂમના હક્કમાં દુઆ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન અનવરખાન પઠાણ, નગરસેવ ઈકબાલ આરબ, પારૂલબેન ત્રિવેદી, કાળુભાઈ બેલીમ, રજાક કુરેશી, ઈલ્યાસ મલેક, અફઝલખાન પઠાણ, ભાવેશ મકવાણા, દસુભાઈ ખાચર, ઈલ્યાસ સૈયદ (વાળુકડ) તેમજ સીદી મુસ્લિમ જમાતના પ્રમુખ આસીફભાઈ મીયાવા તથા ભાવનગર શહેરની સીદી મુસ્લિમ જમાતના આગેવાનો, કાર્યકરો સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મર્હૂમ ઈમરાનભાઈ સીદીને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના હક્કમાં સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી.
Recent Comments