ભાવનગર, તા.રર
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા આનંદનગરમાં વીમાના દવાખાના પાસે રહેતા ભરતભાઈ મનજીભાઈ કારેલિયા (ઉ.વ.૧પ) નામનો સગીર ગઈકાલે ધુળેટી પર્વ હોય ભાવનગર નજીકના કોળિયાક દરિયાકિનારે ગયો હતો. તે વેળાએ મોડી સાંજે આ સગીર દરિયામાં નહાવા પડતા દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થયેલ. બનાવની જાણ થતા ભાવનગર મરીન પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરેલ. ગત મોડી રાત સુધી આ સગીરને શોધવાની કામગીરી ચાલી હતી. જ્યારે આજે શુક્રવારે વહેલી સવારે ઉક્ત સગીરનો મૃતદેહ દરિયામાંથી મળી આવેલ.