બોટાદ, તા.૬
બોટાદ શહેર જિલ્લામાં થતી બાઈક ચોરીનાં બનાવો અટકાવવા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ દડવા અને બુઢાણાના ત્રણ શખ્સોને ચોરીના સાત બાઈક સાથે ઝડપી લીધા હતા. ભાવનગર શહેર અને બોટાદમાં થયેલી બાઈક ચોરીના સાત જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતા સંજય મકવાણા, સિહોરના બુઢણા ગામે રહેતો સિકંદર ખાનજાદા અને શેરખાન ખાનજાદાની ધરપકડ કરી લઇ તેના કબજામાંથી ચોરીના ૭ બાઇક કબજે લઇ પુછપરછ કરતા જુદા-જુદા વિસ્તારોમાંથી સાત જેટલા બાઈકની ઉકત આરોપીઓએ ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.