ભાવનગર જિલ્લાના ૬થી ૭૦ વર્ષની ઉંમરના ૧૭ કોરોનાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલા ૧૦ર કેસોની સામે હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યારસુધી કુલ ૬૫ દર્દીઓને રજા અપાઈ છે. ડિસ્ચાર્જ થનાર દર્દીઓને વિનામૂલ્યે એક એન-૯પ માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ ગ્લોવ્ઝ અને એક સેનિટાઈઝરની બોટલ આપવામાં આવી હતી.