ભાવનગર, તા.ર૬
ભાવનગર નજીકના સીદસર, મફતનગર વિસ્તારમાં રહેતા અને જીઆઈડીસીમાં કામ કરવાની સાથો-સાથ શામપરા ગામની સીમમાં આવેલ હિંમતભાઈ ડાંખરાની વાડીમાં ભાગિયું રાખી ખેત મજૂરી કામ કરતા નરેશભાઈ રાણાભાઈ ચૌહાણના પત્ની હેતલબેન (ઉ.વ.ર૦) નામની પરિણીતાએ ગત તા.રરના રોજ પતિ નરેશભાઈ સાથે બોલાચાલી થયા બાદ હેતલબેનને લાગી આવતા તેણીએ વાડીમાં ઝેરી દવા પી આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં તળાજા તાલુકાના દકાના ગામે સાસરૂ ધરાવતી ગીતાબેન પ્રકાશભાઈ સરવૈયાએ ગઢુલા ગામે પિતા મોહનભાઈ બાંભણિયાના ઘરે છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી આજે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર તેણીએ ગઢુલા ગામે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત શિહોર નજીકના ધ્રુપકા ગામે રહેતી રમાબેન દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.૩પ) નામની મહિલાએ ગત તા.ર/૧૧ના રોજ બાઈક ઉપર જતી હતી તે વેળાએ બાઈક સ્લિપ થઈ જતા તેણીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો

Recent Comments