ભાવનગર,તા.ર૯
ભાવનગર શહેરના જેલ રોડ વાલ્મીકી વાસમાં રહેતાં શંકરભાઈ સુનિલભાઈ ધુમડિયા (ઉ.વ.૩૦) નામના યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપર ગામે રહેતી દક્ષાબેન લાલજીભાઈ મકવાણા (ઉ.વ.૧૮) નામની યુવતી રસોઈ બનાવતા ગંભીર રીતે દાઝી જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.