(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.ર૩
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે રહેતા ખીલસા ફોગરિયા રાઠવાને ઝેરી જીવડું કરડી જતા તેને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાવનગરના ગાયત્રીનગર, શ્રીરામ સોસાયટીમાં રહેતી અનિતાબેન ગંભીરભાઈ બારડ (ઉ.વ.ર૪) નામની યુવતીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પીલેતા તેણીને સારવાર અર્થે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવા મળી રહ્યું છે.
ઉપરાંત ભાવનગર જિલ્લા પાલીતાણા તાલુકાના રાણપરડા ગામે રહેતા મજીદ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ.૪૪) નામનો યુવાન પોતાના ઘર પાસે કચરો સળગાવી રહ્યા હતા. તે વેળાએ સખ્ત રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવા મળી રહ્યું છે.