ભાવનગર, તા.૧૭
ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસનાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં તળાજાની નોકરિયાત સોસાયટી ખાતે રહેતાં માત-પુત્રનો રિપોટ પોઝિટિવ આવતા સર.ટી. હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા છે. ભાવનગરમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૭૨ થઇ છે.
ભાવનગરમાં આંતર જિલ્લા પ્રવાસ કરીને આવેલા લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તેવામાં ભાવનગરમાં વધુ બે કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં તળાજાની નોકરિયાત સોસાયટી ખાતે રહેતા દર્શનભાઇ વનરાજસિંહ ઉ.વ.૨૪ તથા તેમના માતા કૈલાશબા વનરાજસિંહ સરવૈયા ઉ.વ.૫૮ને સિમટોમ ડેવલપ થતાં કોરોના વાયરસનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. માતા-પુત્રનાં રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તદ્‌ઉપરાંત માતા-પુત્રની સ્પેશ્યલી ટ્રાવેલીંગ હિસ્ટ્રી નથ્‌ી પરંતુ દર્શનભાઇનાં બનેવી જીગર જાડેજા રાજકોટમાં તબીબ છે, દરમિયાનમાં તેઓ પોતાના સાસરે આવ્યા હતા. બાદમાં પરત રાજકોટ જતાં રહેલ ત્યાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા ડો. જીગર જાડેજા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હતા તેમજ દર્શનભાઇએ તાજેતરમાં જ એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યું છે. જ્યારે આઝાદ સોસાયટી મહુવા ખાતે રહેતા તસ્લિમબેન મજીદભાઇ મોરખ ઉ.વ.૧૮, અગાઉ આવેલ મજીદભાઇની પુત્રી છે, અને તેમના કોન્ટેક્ટમાં આવવાથી તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ચિત્રા વિસ્તારના મસ્તરામબાપા મંદિર પાસે રહેતા અને દાણાપીઠમાં ગ્રેઇન માર્કેટમાં કામ કરતા આનંદ સરોજ ઉ.વ.૩૫, તેમને સિમટોમ જણાતા કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવેલ જેને રિપોર્ટ પોઝિટિવ આવતાં, તેમને સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. તદ્‌ઉપરાંત રાજુલાનાં મનિષભાઇને કોઇ ગુના સબબ મહુવા પોલીસે પકડેલ હતા તે દરમિયાન તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને પણ ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે જે પોઝિટિવ રિપોર્ટ ભાવનગરમાં ગણતરી કરવામાં આવશે ન નહીં. તેમ ડિ.ડી.ઓ. બરનવાલે જણાવ્યું હતું.