(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૦માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે ઓન લાઈન જાહેર કરવામાં આવ્યું હતુ. કોરોનાની દહેશત વચ્ચે માર્ચ-ર૦ર૦માં ધો.૧૦ બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. તે કારણે વિધાર્થીઓમાં પણ ગભરાહટ જાવા મળ્યો હતો. પરિણામે ભાવનગર જિલ્લાનું પરિણામ ગત વર્ષની તુલનાએ ૧૦ ટકા ઘટીને પ૬.૧૭ ટકા આવ્યું હતુ. ગત વર્ષે ભાવનગર જિલ્લાનું ૬૬.૧૯ ટકા પરિણામ હતું.
ભાવનગર જિલ્લાની નવ શાળાઓનું પરિણામ શુન્ય ટકા આવ્યું છે. ગત વર્ષે ૩ શાળાઓનું શુન્ય ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ૬ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જે ગત વર્ષે ૮ શાળાઓમાં ૧૦૦ ટકા પરિણામ આવ્યુ હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની ૮૦ શાળાઓનું પરિણામ ૩૦ ટકાથી ઓછુ આવ્યુ છે. જે ગત વર્ષે ૨૮ શાળાઓનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછુ આવ્યુ હતું. આમ ઓલ ઓવર ટકાવારી ઘટવા પામી છે.
ભાવનગરમાં એ-૧ ગ્રેડ સાથે ૧૧પ વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે જયારે એ-ર ગ્રેડ સાથે ૧૦૭૪, બી-૧ ગ્રેડ સાથે રપ૩૦, બી-ર ગ્રેડ સાથે ૪પ૦૦, સી-૧ ગ્રેડ સાથે ૬ર૪૦, સી-ર ગ્રેડ સાથે ૩૮૧૩ તેમજ ડી-ગ્રેડમાં ર૮૭ વિધાર્થીઓ ઉતિર્ણ થયા હતા. આમ ભાવનગરમાં કુલ ૧૮પ૮૦ વિધાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા.
બોટાદ જિલ્લાનું ધો.૧૦નું ૫૭.૩૧ ટકા પરિણામ
ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં બોટાદ કેન્દ્રનું પ૭.૩૧ ટકા પરિણામ આવ્યું છે. જે ગતવર્ષની તુલનાએ પ.પ૦ ટકા જેટલું ઓછુ આવ્યું છે. બોટાદમાં એ-૧ ગ્રેડ સાથે ૧૪, એ-ર ગ્રેડ સાથે રરપ, બી-૧ ગ્રેડ સાથે ૬૧ર, બી-ર ગ્રેડ સાથે ૧રર૦, સી-૧ ગ્રેડ સાથે ૧૯ર૪, સી-ર ગ્રેડ સાથે ૧૧૬૦, ડી ગ્રેડ સાથે પ૯ વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે. આમ બોટાદમા કુલ પર૧૪ વિધાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે.