ભાવનગર, તા.૯
આજે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશનનો પૂનર્વિકાસ પુરૂષો અને મહિલાઓ માટે એર કન્ડિશન્ડ વેઈટિંગ રૂમ અને ભાવનગર પરા સ્ટેશન પર પુરૂષો અને મહિલાઓ માટે પ્રતિક્ષાલય સ્ટેશન સંકુલનું બ્યુટીફિકેશન સોનગઢના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર રની પૂર્ણ ઊંચાઈ, બોટાદ સ્ટેશન પ્લેટફોર્મના સંપૂર્ણ લંબાઈના કવર શેડ વરતેજ ખોડીયાર મંદિર, સણોસરા, ઉજલવાવ, અલમપર, નિગાળા અને જાલીયા સ્ટેશનો પર દિવ્યાંગજનનો શૌચાલયની સુવિધાનું લોકાર્પણ ભાવનગરના સાંસદે શ્રીમતી ભારતીબેન ડી. શિયાળને હસ્તે થયું. ભાવનગર ટર્મિનસમાં તેમજ ભાવનગર સર્કલના અન્ય નાના-મોટા સ્ટેશનો પર કરવામાં આવતા અન્ય વિકાસ કામો અંગે સાંસદે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મંડળ રેલવે મેનેજર પ્રતીક ગોસ્વામી, અપર મંડળ રેલવે મેનેજર સુનીલ આર. બારાપત્રે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માશુક અહમદ વરિષ્ઠ મંડળ એન્જિનિયર (સમન્વય) સી.એસ. હસેલિયા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.