ભાવનગર, તા.રર
ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓનું વિવિધ પ્રશ્ને આંદોલન ચાલી રહ્યું છે. એસ.ટી. બસ સેવા બંધ થઈ ગઈ છે. જેના કારણે ભાવનગર શહેર જિલ્લાની પણ તમામ એસ.ટી.ઓ. છેલ્લા ર દિવસથી બંધ છે.
આજે બીજા દિવસે ભાવનગર ડેપો ખાતે એસ.ટી.ના કર્મચારીઓએ એકત્ર થઈ અર્ધનગ્ન હાલતમાં સૂત્રોચ્ચાર પોકારી મુખ્યમંત્રીના છાજિયા લીધા હતા તેમજ કાણ કાઢી હતી ! પોતાની વિવિધ માગણીઓ સંદર્ભે હડતાળ પર ઉતરેલા એસ.ટી.ના કર્મચારીઓ પોતાના વિરોધ પ્રદર્શનને અસરકારક બનાવવા મથી રહ્યા છે. તો બીજી બાજુ હડતાળની અસર નહીવત કરવા રાજ્ય સરકાર કમર કસી રહી છે. જો કે, તેમ છતાં એસ.ટી.ની હડતાલના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. ખાસ કરીને ગ્રામીણ પ્રજા, વિદ્યાર્થીઓ અને પાસ ધારકો રઝળી પડ્યા છે. તો સામાપક્ષે એસ.ટી. તંત્રને પણ લાખોનો ફટકો પડી રહ્યો છે. ભાવનગર ડિવિઝનમાં દરરોજની સરેરાશ ર૭ લાખની આવક છે. જે હડતાળના પગલે રૂંધાઈ છે. હડતાળ લાંબી ચાલશે તો મુસાફરો અને એસ.ટી. નિગમને વ્યાપક અસર થશે.
ભાવનગર ડિવિઝનની તમામ ST સેવાઓ બંધ : મુસાફરોમાં ભારે રોષ

Recent Comments