ભાવનગર, તા.ર૮
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા વિસ્તારમાં રહેતા રણછોડભાઈ આતુભાઈ મકવાણાનો પુત્ર અલ્પેશ (ઉ.વ.૧૮) ભાવનગર રોડ ઉપર આવેલ ચેતન હનુમાનજી મંદિરે પરબમાં પાણી ભરી તેના બાઈક ઉપર પરત આવી રહ્યો હતો તે વેળાએ એસ.ટી.ચાલકે બાઈકને અડફેટે લેતા અલ્પેશને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બનાવની જાણવા મળેલ વિગતો મુજબ મહુવા તાલુકાના તલગાજરડા ગામ પાસે તરેડ રોડ નજીક વલીભાઈના ચોકમાં રહેતા અશોક કાળુભાઈ વાળા (ઉ.વ.૩૮)નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવની જાણવા મળેલ વિગતો મુજબ મહુવા યોગી કોમ્પ્લેક્ષમાં રહેતા સંદીપભાઈ વિનોદભાઈ પટેલ (ઉ.વ.૪ર) નામના યુવાને કોઈ અગમ્યકારણોસર તેના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું