ભાવનગર, તા.૧૩
શહેરના જ્વેલર્સ સર્કલ નજીક વિક્ટોરિયા પાર્કની દીવાલ પાસે ગત મધ્યરાત્રીના સંજયભાઈ ધનજીભાઈ મેર (ઉ.વ.ર૭, રહે. બોરતળાવ, ભાવનગર) પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. હત્યાની ઘટનાની જાણ થતાં જ ડિવિઝન પોલીસ કાફલાએ દોડી જઈ મૃતદેહનો કબજો લઈ સર.ટી. હોસ્પિટલમાં ખસેડી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જેમાં સંજયભાઈ ધનજીભાઈ મેરની હત્યા કરી નાસી છૂટેલો મેહુલ ઉર્ફે કાનો સોંડા બાબરિયા (રે.ફુલસર ખારી)માં ઘટનાની ગણતરીની મિનિટોમાં જ ઝડપી લઈ લોકઅપ હવાલે કરી તેની હત્યા ધરેલી પ્રાથમિક પૂછતાછમાં સંજયભાઈ મેરની હત્યામાં પોતાનો મિત્ર ગોવિંદ સારા ડાંગરે મદદગારી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જેમાં પી.આઈ. પટેલ અને તેની ટીમે ગોવિંદ સારા ડાંગર (ઉ.વ.ર૦ રહે. ફુલસર, ખારામા)ને આજે ઝડપી લઈ તેને લોકઅપ હવાલે કર્યો હતો.