ભાવનગર, તા.ર૧
તાજેતરમાં યોજાઈ ગયેલ વાઈબ્રન્ટ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં એમઓયુ થયા છે. જેમાં ભાવનગરની કેપીટેટીવ જેટીના વિકાસ માટે નિરમા કાું. દ્વારા રૂા.૧૬૦ કરોડનું રોકાણ કરાશે તેમ એમઓયુ સરકાર સાથે થયેલ છે. નિરમા કંપનીએ ભાવનગર ખાતેની કેપીટેટીવ જેટીના વિકાસ માટે રોકાણ કરવાનું નક્કી કર્યું છે. હવે ગુજરાત સરકારે એમઓયુ અંગેની પ્રાથમિક યાદી બહાર પાડી છે તેમાં તેનો સમાવેશ કરાયો છે. ભાવનગર બંદર મધ્યમકક્ષાના બંદોરમાં શ્રેષ્ઠ અને વધુ કારગો વહન કરી શકે તેવું નામ ધરાવે. નિરમા કંપની દ્વારા ભાલ પંથકમાં સોડાએસ પ્લાન્ટ શરૂ કાયો છે. હવે નિરમાએ ભાવનગર બંદરની જેટીના વિકાસ માટેનું બિડુ ઝડપ્યું છે. આ ઉપરાંત ભાવનગરની સાથે સંકળાયેલા એવા પીપાવાવ પોર્ટ અને ઘોઘા દહેજ પોર્ટના વિકાસ લક્ષી કામો માટે પણ કેટલાક એમઓયુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.