ભાવનગર, તા.ર૪
ભાવનગર જિલ્લાના શિહોર નજીકના સોનગઢ નજીક રહેતા ધીરૂભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.વ.પ૪) નામના આધેડે સોનગઢ મથકમાં એવા મતલબની અરજી આપી છે કે, તેઓ પાલીતાણા ચોકડી નજીકથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે સીએનજી રિક્ષામાં બેઠેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રિક્ષામાં બેસાડી ભારત પેટ્રોલિયમ પંપ નજીક તે બન્ને શખ્સો ઉતરી ગયા હતા. ત્યારબાદ ધીરૂભાઈએ પોતાના ખિસ્સામાં રાખેલા રોકડા રૂા.ર૬ હજાર અને એ.ટી.એમ. કાર્ડ સહિતની વસ્તુઓ સેરવીને તે બન્ને શખ્સો રિક્ષામાંથી ઉતરી ગયા હોવાની પોલીસમાં અરજી આપતા પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ કરી છે.