ભાવનગર, તા.૧પ
રાજયની જનતા કોરોનાની ભયંકર મહામારીની સામે લડી રહી છે ત્યારે રાજય સરકારનો શિક્ષણ વિભાગ શિક્ષકો માટે બેજવાબદારી ભર્યા નિર્ણયો કેમ કરી રહી છે ? આ સમસ્ત શિક્ષક જગતનો સવાલ હોવાનું કોંગ્રેસનાં પ્રવકતા મનહર પટેલે મુખ્યમંત્રી સમક્ષ લેખીત રજુઆત કરી હતી.
ગુજરાતમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના પેપર તપાસવાની કામગીરીમાં શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે તેમા એક જ સ્થળ ઉપર ર૦૦થી વધુ શિક્ષકો ભેગા થશે. એ નિર્ણય ખુદ સરકારના હાલના નિર્ણયો અને પગલા વિરૂધ્ધનો છે અને તેમાં કલમ ૧૪૪ના ભંગની સાથે કોરોના સંક્રમણ અને તેના જાખમો અનેક ગણા વધી જશે.
આ પ્રકારનું લોકડાઉન ભાવનગરના સમસ્ત શિક્ષકોને જ નહી પરંતુ તેમના પરિવાર માટે પણ ભયંકર જાખમી સાબીત થશે અને આવા ભાવનગર જિલ્લામાં કુલ લગભગ ૧પ૦૦થી વધુ શિક્ષકો અલગ-અલગ જગ્યાએથી આ કેન્દ્રો ઉપર આવશે માટે સરકારના શિક્ષણ વિભાગનું પગલુ જોખમી સાબિત થઈ શકે તેમ છે.
ભાવનગર જિલ્લાના શિક્ષકો અને તેના પરીવારના જીવ જોખમમાં મુકાય એવા વ્યવહારિક અને વર્તમાન સ્થતી કે કાયદાથી વિપરીત એવો આ નિર્ણય તાત્કાલીક બદલીને ઉચિત નિર્ણય લેવો જોઈએ. વિધાર્થીને સમયસર પરિણામ આપવાનો મુખ્ય ઉદેશ જળવાય રહે તે સાથે સરકાર શિક્ષણ વિભાગનાં આ ગંભીરતા વગરનો નિર્ણય બદલીને ઉચિત વિકલ્પ કરે તેવી લેખીત રજુઆત કરવામાં આવી હતી.