ભાવનગર, તા.૮
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી બાદ કુલ ૧૪ ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી ચાર ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચતા હવે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી માટે મતદાન યોજાશે. મનહર નાગજીભાઈ પટેલ (વસાણી)-ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, ડૉ.ભારતીબેન ધીરૂભાઈ શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજયકુમાર રામાભાઈ માકડિયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવસિંહ ભરતસિંહ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરતભાઈ કાનજીભાઈ સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અજયકુમાર રામરતનસિંહ ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ-અપક્ષ, સાગરભાઈ ભૂરાભાઈ સીતાપરા-અપક્ષ, હરેશભાઈ બાબુભાઈ વેગડ-અપક્ષ-એ ૧૦ ઉમેદવારો વચ્ચે આગામી તા.૨૩/૪/૨૦૧૯ના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલની યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર લોકસભા બેઠક પર ૧૦ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

Recent Comments