ભાવનગર,તા.૧૪
આજરોજ સાંજના પ કલાક સુધીના મળતા સત્તાવાર અહેવાલો મુજબ ભાવનગર શહેરમાં પોઝિટિવ ૩૩ કેસ અને જિલ્લામાં ૧ર સહિત કુલ ૪પ કેસ પોઝિટિવ નોંધાયા છે. ૩૩ પૈકીના ર૪ પુરૂષ અને ૯ મહિલાઓનો સમાવેશ થાય છે જયારે આજે ૧૬ જેટલા દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. જયારે એક દર્દીનું મોત થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં પોઝિટિવ દર્દી ૪૮૦ નોંધાયા છે તે પૈકીના ૧૯૬ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે મૃત્યુઆંક ભાવનગર શહેરમાં ૧૦નો છે. જયારે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવનો આંક જોતા કુલ આંક પ૦૦ને વટી ગયો છે. આજે સોમવારે ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પટેલ અને ભાજપના નગરસેવક કિશોરભાઈ ગુરૂમુખાણીને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પી.આઈ. પટેલને સ્થાનિક બજરંગદાસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જયારે તેમની ભાવનગર શહેરની એક સ્થાનિક હોટલમાં કોરોન્ટાઈન કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.