ભાવનગર,તા.ર૭
ભાવનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના પોઝિટિવ કેસે હાહાકાર મચાવી દીધો છે. એકી સાથે ભાવનગર શહેરમાં ૭ અને જિલ્લા પંથકમાં ૬ સહિત ૧૩ કેસ પોઝિટિવ નોંધાતા શહેર જિલ્લાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. ભાવનગર શહેરમાં ૪ પોઝિટિવ, ઉપરાંત તળાજા, ત્રાપજ, નાનાજાદરા, રબારીકા, વરતેજ, સહિતના પંથકોમાં આજે ૧૩ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે વલભીપુરની ડાયાબીટિસ પીડિત વૃદ્ધાનું મોત નીપજયું હતું. મૃત્યુ પામેલ વૃદ્ધાના લેવાયેલ સેમ્પલ પોઝિટિવ આવતા તેમના પરિવારજનોને અને તેમના વિસ્તારોમાં સરકારી નીતિ નિયમ મુજબ કોરોન્ટાઈન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. ભાવનગર શહેરના (૧) વિજયભાઈ દાનુભાઈ ખાંટ (ઉ.વ.૩પ, મીરાનગર, ચીત્રા, ભાવનગર) (ર) રમેશભાઈ લક્ષ્મણભાઈ મેર (ઉ.વ.૩૦, મીરાનગર, ચીત્રા, ભાવનગર) (૩) મયુર રાજુભાઈ મકવાણા (ઉ.વ.ર૧, સર્વોદય સોસાયટી, હાદાનગર, ભાવનગર) (૪) જિગ્નેશભાઈ દિલીપભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૭, શ્યામ સુંદર ફલેટ, આંબાવાડી, ભાવનગર) (પ) મિતેશભાઈ વલ્લભભાઈ ધામેલિયા (ઉ.વ.ર૭, શુમુખ ફલેટ, ટોપ થ્રી સર્કલ, ભાવનગર) (૬) છગનભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૪૦, ભાવનગર) (૭) નિકુંજભાઈ રમેશભાઈ ઉનગર (ઉ.વ.ર૬, નાનાજાદરા મહુવા) (૮) વૈભવભાઈ મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.રપ, નટરાજ એપાર્ટમેન્ટ ટોપથ્રી સર્કલ, ભાવનગર) (૯) ઈલાબેન કમલેશભાઈ હડિયા (ઉ.વ.ર૯, રેલવે પાટા પાસે, તળાજા) (૧૦) કુંવરબેન ખીમજીભાઈ ભોજાણી (ઉ.વ.૭૦, ત્રાપજ, તા. તળાજા) (૧૧) બ્રિજેશભાઈ હિંમતભાઈ ઝાલાડિયા (ઉ.વ.રપ, ભાવનગર) (૧ર) રવિભાઈ જશાભાઈ મેર (ઉ.વ.ર૧, રબારીકા તા. સિહોર) સહિતના ૧૩ જેટલા પોઝિટિવ કેસ આજે ભાવનગર શહેર જિલ્લામાં નોંધાતા ભાવનગર આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઉકત દર્દીઓના સીધા સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો તેમજ તેમના વિસ્તારોમાં સરકારી નીતિ નિયમ મુજબ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.