(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૬
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસની કહેર યથાવત રહેતાં મહાનગર પાલિકા વિસ્તારમાં ૮ પોઝિટિવ કેસો અને રૂરલ વિસ્તારમાં ૮ પોઝિટિવ સાથે આજે ૧૬ પોઝિટિવ કેસ નોધાયા છે. ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત રહેતાં બપોર સુધીમાં એક સાથે ૧૬ કેસ નોંધાતા કુલ આંક-૩૬૦ પર પહોંચ્યો છે. જેમાં ઉમરાળાના સમઢીયાળા ગામે રહેતાં ભગવાન ચૌહાણ, રામજી સોલંકી ઉમરાળા ગામે અનસુયા ઘોરી કાનપર ગામે રોમીન ગોહિલ તથા ગારીયાધારના પોપટ ડોડીયા જયારે ગારીયાધારના પરવડી ગામે હંસાબેન ખેનીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વિજર ઘોરી, સરોડ-જેસર તથા ગારીયાધાર ખાતે રહેતા હાર્દિક ઈટાલીયાને પોઝિટિવ કેસ સાથે દાખલ કરવામાં આવ્યા છે. તદ્દ ઉપરાંત સીટી વિસ્તારમાં કરચલીયા પરા ખાતે રહેતા મહિપત બારૈયા (ઉ.વ.ર૪) મેમણ કોલોનીમાં રહેતાં રૂકસાના મિતલીયા તથા વિઠલવાડી ખાતે રહેતાં જાલા રાઠોડ, કુંભારવાડા ખાતે ઈલા ભટ્ટી તથા ડોકટર જીલ મહેતા, ડો. નિતા ચૌધરી તથા નારણ ગાળેજા તથા કુંભારવાડા ખાતે રહેતાં આરતી પ્રજાપતિ (ઉ.વ.૬પ)ના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.