ભાવનગર, તા.૨૯
સિહોર તથા એસઓજી પોલીસે સંયુક્ત રીતે સિહોર એકતાનગરમાંથી એક ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૫,૭૬૦ કિં.રૂા. ૯૩,૬૮,૪૦૦ તથા બિયર ટીન-૨૧૬ કિં.રૂા.૨૧,૬૦૦ સાથે એક આરોપી નરેશ ઉર્ફે પિન્ટુ અમરદાસ રહેવાસી મુળ રાજસ્થાનવાળાને ઝડપી પાડેલ હતો અને આ દારૂ સિહોરના કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીભાઇનો હતો અને દારૂ અશોક મારવાડીએ મોકલેલ હોવાની હકીકત ખૂલવા પામી હતી. આ કેસમાં વોન્ટેડ આરોપી જયેશ ઉર્ફે જયલો ઉર્ફે જયરાજ ભાણજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫) રહેવાસી પ્લોટ નંબર ૧૩, એકતાનગર સિહોર, જિ.ભાવનગરવાળો ગઇકાલ રાત્રે તેના ઘરે આવેલ હોવાની હકીકત મળતા સિહોર પોલીસ તથા ભાવનગર એસઓજી પોલીસે મજકુર આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. મજકુર આરોપી જયેશ ભાણજીભાઇ આ કેસ ઉપરાંત અન્ય બે દારૂના કેસમાં પણ વોન્ટેડ હતો. આમ, સિહોર તથા એસઓજી પોલીસે દારૂના ત્રણ ગુનામાં વોન્ટેડ બુટલેગર જયેશ ભાણજીભાઇને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. આ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમાર તથા સિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.આર. સોલંકી તથા પ્રોબેશનલ ઁજીૈં આર.એચ. બાર તથા ઉઁજીૈં જે.બી. પરમાર તથા સિહોર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા એસઓજી પોલીસ સ્ટાફ જોડાયો હતો.