ડીસા, તા.૧ર
ડીસાના કુચાવાડા નજીક રવિવારે બપોરના સુમારે ભાવિ પત્નીને મળવા ગયેલા યુવક તેમજ તેના મિત્રને ત્રણ અજાણ્યા શખ્સોએ માર મારી લૂંટ ચલાવ્યા બાદ યુવતીને બાઈક પર બેસાડી લઈ જતાં રસ્તામાં અઘટિત માગણી કરતા ગભરાઇ ગયેલી યુવતીએ ચાલુ બાઇકે રોડ પર પટકાતા છાતીના ભાગે ફેકચર ઉપરાંત માથા અને થાપાના ભાગે ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાઇ છે.
દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના દિપક પુનમાજી ઠાકોર અને તેમના વેવાઇ દશરથજી જોગાજી ઠાકોર (મુળ રહે, ખારેડા, તા. સરસ્વતી, જી. પાટણ અને હાલ રહે વાસણા ગોળીયા, તા. ડીસા) રવિવારે પૂનમ હોવાથી બાઇક ઉપર વિઠોદર ગામે આગમાતા ના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ બપોરના બે વાગ્યાના સમયે દિપક અને તેની ભાવિ પત્ની હીના તેમના વેવાઇ દશરથજી ઠાકોર ના બાઇક પર બેસી સોડાપુર જવા માટે નિકળ્યા હતા. જે દરમ્યાન કુચાવાડા વળાંક થી થોડે દુર રોડ ઉપર બાઇક ઉભુ રખાવી દીપક અને હીના રોડની સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં ગયા હતા. ત્યારે પાછળ આવી રહેલા બે અજાણ્યા શખ્સોએ યુવક યુવતીને ધાક ધમકી આપી કહેવા લાગ્યા કે ’’તમે કોણ છો અને અહીં શું કરો છો’’ તેમ કહેતાં યુવકે કહ્યું કે અમો પતિ પત્ની છીએ. જેથી એક શખ્સે કહેલ કે હું તારા પિતા રામાજી અને દાનાજી એમ બન્ને ભાઇઓને ઓળખું છું તેમ કહી આ કોણ છે તેમ કહેતા યુવતિએ આ તેનો પતિ હોવાનું જણાવતાં બન્ને શખ્સોએ દિપકને લાપટ ઝાપટ કરી હતી. ત્યારબાદ બાદ અન્ય એક શખ્સ રોડ ઉપર ઉભેલા દશરથજી ઠાકોરને બાવળની ઝાડીમાં બન્નેને માર મારી ગાળો બોલી તમારા મોબાઇલ અને પૈસા લાવો નહીંતર છરા વડે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી મોબાઇલ તેમજ રોકડ રકમની લૂંટ કરી હતી.આ અંગે ભોગ બનનાર દિપક પુનમાજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ પી.આઇ. એમ.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.