મોડાસા, તા.ર૩
અરવલ્લી જીલ્લામાં નદીમાં અને તળાવોમાં ડૂબવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ભિલોડાના વાગોદરાના તળાવમાં સગીર ડૂબી જવાની ઘટનાના ૨૪ કલાકના સમયગાળામાં ભિલોડા માંથી પસાર થતી હાથમતી નદીમાં બુધરાસણ ગામનો અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતો રિટાયર્ડ આર્મી જવાન અગમ્ય કારણોસર ડૂબી જતા ભારે ચકચાર મચી હતી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ થી રિટાયર્ડ આર્મી જવાનના મૃતદેહને શોધી કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.બુધરાસણ ગામનો અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતો નરસિંહભાઇ મનજી પાંડોર નામનો નિવૃત આર્મી જવાન ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદીમાં નાહવા માટે જતા ઉંડા પાણીમાં ડૂબી જતા નજીકમાં રહેલા અન્ય લોકો બચાવે તે પહેલા પાણીમાં ગરકાવ થઈ જતા હોહા મચી હતી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા સ્થાનિક તરવૈયા નરેશ ચીમન વાઘરી દોડી આવી હાથમતી નદીમાંથી મૃતક આર્મી જવાનના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો પરિવારજનોની ઉપસ્થિતિમાં લાશ બહાર કાઢતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું ભિલોડા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.