ભિલોડા, તા.૮
ભિલોડા મોહનપુર ચોકડી નજીક રીક્ષા-બોલેરો પીક-અપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષાના બે ટુકડા થઈ ગયા હતા. જ્યારે ૩ લોકોના મોત થયા હતા.
ભિલોડાના મોહનપુર ચોકડી નજીક પીક-અપ ડાલાએ સીએનજી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષાના ઉભા બે ફડાકા થઈ ગયા હતા રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે ત્રણે મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકોના પરિવારજનો દવાખાને દોડી આવી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
મોહનપુર ચોકડી નજીક રિક્ષાને પીક અપ ડાલા વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર ૧) નરેન્દ્ર વેચાત ભાઈ બાગા, ૨)જગદીશ રમેશભાઈ કટારા (બંને,રહે. મેરુ ભિલોડા) અને ૩) રોહિત સુરપાલભાઈ ડામોર (રહે,નવા ભેટાલી,ભિલોડા) નું ઘટનાસ્થળે મોત નિપજતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસ થતા તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી ત્રણે મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.