(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
દક્ષિણ ગુજરાતમાં નવસારી દાંડી ગામે પદયાત્રા સમાપન કરી મહાત્મા ગાંધીજીએ ગત તા.૬ઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના રોજ પ્રથમ મીઠા સત્યાગ્રહ કરી અંગ્રેજ સરકાર વિરૂદ્ધ સવિનય કાનૂન ભંગ કર્યો હતો.જેના ત્રણ દિવસ બાદ બીજા ચરણમાં ૯મી એપ્રિલ ૧૯૩૦ના રોજ સુરતના ચોર્યાસી તાલુકાના મોજે ભીમરાડ ગામે ભીમરાડ નમક સત્યાગ્રહ કરી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા હતા અને તેજ ગામ ખાતે ૧૦ હજાર જનમેદનીને રાષ્ટ્રજાગ સંબોધન પણ કરેલું. જે ભીમરાડ ગામે કાલે ૨જી ઓક્ટોબરને ૧૪૯મી જન્મ જયંતીનો કાર્યક્રમ અને ૧૫૦મી ગાંધી જન્મ વર્ષની ઉજવણીનો શુભારંભ ગુજરાત સરકારના કેબિનેટ મહેસૂલ મંત્રી કૌશિક પટેલના હસ્તે કરાશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીગણપત વસાવા, મેયર જગદીશ પટેલ તથા ગાંધી બાપુના પૌત્રવધુ ડો.શિવાલક્ષ્મી ગાંધી પણ ઉપસ્થિત રહેનાર છે.