(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.રર
ભૂજ તાલુકાના લેરગામ નજીક તા.ર૧/૪ની સવારે નવ વાગ્યાના અરસામાં બોલેરો જીપની ટક્કર લાગતા બાઈક સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
બનાવની વિગત એવી છે કે ભૂજ તાલુકાના રેહા ગામના રવુભા સંગ્રામજી સિસોદિયા (ઉ.વ.પ૬) તથા તેના પુત્ર પ્રવિણસિંહ (ઉં.વ.૩ર) નામના પિતા-પુત્ર પોતાની બાઈક ઉપર ભૂજ તરફ આવી રહ્યા હતા ત્યારે લેર ગામના બસ સ્ટેશન પાસે જ અચાનક એક બોલેરો જીપના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી બંને પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા ઘટનાસ્થળે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ અંગે પદ્ધર પોલીસે બનાવસ્થળનું પંચનામું કરી અજાણી બોલેરો જીપના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. બનાવથી પંથકના અરેરાટી વ્યાપી ગઈ હતી.