ભૂજ, તા.૧૯
કચ્છ જિલ્લામાં દરગાહોમાં તોડફોડ મામલે એક પણ આરોપીઓ ન ઝડપાતા મુસ્લિમ-દલિત આગેવાનો મંગળવારથી આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતા. જેમાંં આજે ત્રીજા દિવસે પાંચ જેટલી શરતો માન્ય રખાતા અનશન પર ઉતરેલા ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા. આજરોજ અનશનના ત્રીજા દિવસે સમિતિ દ્વારા અનશનમાં બેસેલા ઈબ્રાહીમ હાલેપોત્રા, આદમ પડ્યાર, આદમ ચાકી, સતાર માજોઠી, હમીદ ભટ્ટી, અબ્દુલ રાયમા, સાલેમામદ પડ્યાર, મુસા ખલીફા, હનીફશા સૈયદ, અભુ હિંગોરા જેટલા અગ્રણીઓ છેલ્લા ત્રિજા દિવસે અનશન પર હતા. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે મુસ્લિમ સમાજના અગ્રણી ઈબ્રાહિમ મંધરા (ઈટ. સ્ન્છ) હનીફ જાકબ બાવા, શેખ જુસબશા, ઈસ્માઈલ બાફણ (મામા), આધામ લંંગાય, જુસબ સરપંચ, રજાક હિંગોરાના પ્રતિનિધિ મંડળની ચર્ચા બાદ પ (પાંચ) જેટલી અમારી શરતો હતી. જે માન્ય રખાતા સમાધાન કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયયદ સુલતાનશા બાવા, સૈયદ અનવરશા બાવા, તબલીગ જમાતના મૌલાના ઈલિયાસ, એહલે હદીસ જમાતના મૌલાના જત, વોહરા જમાતના અગ્રણીઓ તથા વહીવટી તંત્ર તરફથી જાડેજા અને પોલીસ ખાતા તરફથી ડીવાયએસપી સૈયદ અને એએસપી રવિ તેજા હાથે પારણા કરાવાયા હતા. સાથે વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવતા આજે અનશનનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ તેમજ અબડાસા એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે પારણા કરાવાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઈસ્માઈલ સાલે, હનીફ જાકબ બાવા, ગની કુંભાર, અલીમોહંમદ હિંગોરજા, અધાભા સમા એપોલો વાળા, જુસબશા સૈયદ, સૈયદ અનવરશા, સુલતાન સોઢા, અબ્દુલભાઈ, કાસમશા બાવા, રમઝાન સુમરા, જુસબ બાફણ, રફીક બાવા, ઈકબાલ મંધરા તેમજ અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં અબડાસા એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા, દશેત ભાવસાર, રમેશ ગરવા, વિશનજી પોવાણી, ઘનશ્યામ ભટ્ટી, ધર્મેન્દ્ર ગોહીલ વગેરે હાજર રહ્યા હતા. વિવિધ સમાજોના પણ આ અનશનના કાર્યક્રમને સંપૂર્ણ ટેકો રહ્યો હતો અને હાજરી પણ આપી હતી.