ભૂજ,તા.૩૦
ભૂજમાં ચાલતા પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ સત્વરે રોડનું કામ કરવા હાલેપોત્રાએ કલેક્ટરને રજૂઆત કરી છે. ભૂજ શહેરના સુરલભીઠ રોડ, આલાવારા કબ્રસ્તાન, સરપટ ગેટ, ખાસરા ગ્રાઉન્ડ વિસ્તારમાં પાઈપલાઈનનું કામ ચાલુ છે. અમુક વિસ્તારમાં પૂર્ણ થઈ ગયેલ. તે વિસ્તારમાં વહેલી તકે તોડેલ રોડને સિમેન્ટ વર્ક કરી નાખવા માટે તંત્ર દ્વારા કામ કરનાર કોન્ટ્રાક્ટને તાકીદેથી કરવામાં આવે તેમ જણાવાયું છે. જો તે વહેલા સર નહીં થાય વારસાદી સિઝનમાં ખોદાયેલ પાઈપલાઈન વિસ્તારમાં મોટા ખાડા થઈ જવાની સંભાવના છે. જેથી તે વિસ્તારની પ્રજાને મોટું નુકસાન થવાની શક્યતા ઉભી થશે અને વરસાદ દરમ્યાન હાલાકી ભોગવવાનો પ્રશ્ન ઉભો થશે.
તેમજ ભીડનાકાથી સરપટ નાકાની આલાવારા કબ્રસ્તાનની દીવાલની નજીકથી ખોદાણ થયેલું હોઈ જો વહેલાસર તે તોડેલ રોડને સિમેન્ટથી સમારકામ કરવામાં નહીં આવે તો વરસાદ દરમ્યાન દીવાલને નુકસાન થવાની સંભાવના ઉભી થાય અને જેનાથી આલાવારા કબ્રસ્તાનમાં કબરોને નુકસાન થવાની સંભાવના ઉભી થશે. જેથી ઉપરોક્ત વિસ્તારમાં જ્યાં જ્યાં કામ પૂર્ણ થયેલ છે. તે જગ્યાને રોડ વિસ્તારનું વહેલી તકે સમારકામ કરવા તાકીદીથી કોન્ટ્રક્ટરને ભલામણ કરવા જણાવ્યું છે. જો આ કામગીરીને (તોડેલ રોડને સિમેન્ટ વર્ક) કરવામાં નહિ આવે તો ન છુટકે આગળના કામને અટકાવવામાં આવશે. તેમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ આઈ.જે. હાલેપોત્રાએ જણાયું છે.
ઉપરાંત ઐતિહાસિક આલાવારા કબ્રસ્તાનમાં તેમજ ભૂજ શહેરના અન્ય કબ્રસ્તાનોમાં અંતરિયાળ (ઈન્ટરનલ) રસ્તામાં ઈન્ટરલોક પાથરવા બાબતે ભૂજ પાલિકાના સી.ઓ.ને પત્ર પાઠવ્યો છે.
ભૂજ શહેરના કબ્રસ્તાનો અંદરના અતંરિયાળ (ઈન્ટરનલ) રસ્તા ઉપર પેવર બ્લોક પાથરી આપવા માટે કોઈપણ ગ્રાન્ટ ફાળવવા માગણી કરી છે. અન્ય ધાર્મિક સ્થળોની જાળવણી જે રીતે થાય છે. તે રીતે ભૂજ શહેરના વર્ષો જૂના ઐતિહાસિક કબ્રસ્તાન (આલાવારા) તેમજ ભૂજ શહેરના અન્ય કબ્રસ્તાનોમાં ઈન્ટરલોક પથરાઈ જાય તો સ્વચ્છતા અને વનીકરણ પણ વ્યવસ્થિત રીતે થઈ શકે માટે તે માટેની ગ્રાન્ટ ફાળવી સમયસર કરવા માગણી કરી છે.