ભૂજ,તા.૧૬
સામાજિક ઉતરદાયિત્વ નિભાવવામાં બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ હંમેશા ખડેપગે રહી છે અને રહેશે તેવી લાગણી સાથે ભૂજ તાલુકાના રાયધણપર ખાતે મહિલા દૂધ ડેરીને રૂા.૪.૩ર લાખના અનુદાન સાથે દૂધકેન અને ઓફિસ ફર્નિચર અર્પણ કરવામાં આવ્યા હતા. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝના લાયઝન હેડ અને નિવૃત ડી.વાય.એસ.પી. પી.આર. પંડયાએ આ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી વકતત્ય આપતા જણાવ્યું કે બીકેટી કંપની વિશ્વના ૧૩૦ દેશોમાં પોતાનો વેપાર ધરાવે છે આમ, છતાં સામાજિક સેવામાં હંમેશા ગ્રામ્યસ્તરના લોકો માટે પ્રાધાન્ય આપે છે. ખાસ કરીને સરકારની ગાઈડલાઈન મુજબ મહિલા સશકિતકરણ માટે વિશેષ અગ્રતાક્રમ અપાય છે. નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટર અને કંપનીમાં સીએમઆર પ્રોજેકટમાં કાર્યરત ડી.ડી. રાણાએ પણ આ પ્રસંગે પ્રાસંગિક વકતવ્ય આપતા જણાવ્યું કે ગ્રામ્યકક્ષાએ આર્થિક અને સામાજિક માળખું વિકસીત બને તો દરેક ક્ષેત્રમાં વિકાસ દેખાય અને આ માટે ગ્રામ્યસ્તરે મહેનત સંપ સંગઠન હોવા જરૂરી છે. તેમ જણાવી રાણાએ ગામ લોકોને સંપ અને સુમેળથી આગળ વધવા હાકલ કરી હતી. કંપનીના અલ્કેશભાઈ ભટ્ટે કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ પૂર્વે રાયધણપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નૂતનબેન ભરત કાતરિયા, મહિલા સભ્ય ગોમતીબેન સૂથાર, દુધ મંડળીના પ્રયોજક શાંતાબેન રમેશ આહીરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. પંચાયત અગ્રણી ભરતભાઈ કાતરિયાએ પંચાયત વતીથી બીકેટી કંપની ત્રણે આભાર વ્યકત કરી કંપનીની સામાજિક સેવાઓને બિરદાવી હતી. માજી સરપંચ રસીકભાઈ કોઠારી, અગ્રણીઓ કરશનભાઈ કાનગડ, ખેતાભાઈ રબારી, ભરતભાઈ જેપાર, હરિભાઈ બરાડિયા, શંભુદાનભાઈ ગઢવી, રવિદાનભાઈ ગઢવી, મહેશભાઈ ગઢવી, શંભુભાઈ કાનગડ, માદાભાઈ બરાડિયા, કાનજીભાઈ ચાવડા, કિશોરગર ગોસ્વામી, સુનિલગર ગોસ્વામી, મનોજ વાલજી કોઠરી, મોહનભાઈ બરાડિયા, શામજીભાઈ બરાડિયા, રસિકભાઈ બરાડિયા વગેરેના હસ્તે અધિકારીગણનું સન્માન બહુમાન કરવામાં આવ્યું હતું. કચ્છના કુરિયન એવા વલમજીભાઈ હુંબલે અમુલના વાઈસ ચેરમેન તરીકે આ પ્રસંગને શુભેચ્છા આપી કંપની માટે આભારપત્ર મોકલાવી આ સામાજિક સેવાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમની વ્યવસ્થા સંચાલન રમેશભાઈ આહીરે સંભાળી હતી.
ભૂજ તાલુકાના રાયધણપર ખાતે બીકેટી કંપની દ્વારા મહિલા દૂધ ડેરીને અનુદાન સાથે દૂધ કેન અને ફર્નિચર અર્પણ

Recent Comments