ભૂજ, તા.ર૪
ભૂજની પાલારા ખાસ જેલ મુકામે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વી.પી. ગોહિલ અને પીપરિયાના સરપંચ દક્ષાબા વી. ગોહિલનું આગેવાનોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.
એક હી આવાજ સંસ્થાના મંત્રી ઝહીર સમેજા અને પ્રમુખ કાસમ એન. ચાકીએ સૌનું સ્વાગત કર્યું હતું. માનવ જ્યોત સંસ્થાના શંભુ જોષીએ પ્રસંગ પરિચય આપી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર અને હાફીઝાબેને પ્રાસંગિક દ્વારા વી.પી. ગોહિલના કાર્યોની સરાહના કરી, શુભેચ્છા વ્યક્ત કરી હતી.
એક હી આવાજ ચેરિટેબલ ટ્રસ્ટના કે.એન.ચાકી અને ઝહીર સમેજા, નારી શક્તિ વિકાસ ટ્રસ્ટના હફીઝાબેન સમા, સખી સહેલી ગ્રુપ મહિલા મંડળના પ્રમુખ અનિતાબેન ઠાકુર, સહકાર સેવા ટ્રસ્ટના પ્રમુખ ઈન્દુબેન એ. ઠક્કર, માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર અને શંભુ જોષી, નિલમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કુલસુમબેન સમા, જયભારત મહિલા મંડળના પ્રમુખ રહિમાબેન સમા અને ઉપસ્થિત સૌ આગેવાનોએ વી.પી. ગોહિલ અને દક્ષાબા વી. ગોહિલ (સરપંચ પીપરિયા)નું પુષ્પ ગુચ્છ, શાલ અને સન્માનપત્ર આપી અભિવાદન કર્યું હતું. ભૂજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર માલશી માતંગ, સુમરા હાસમ ઉમર, હનીફભાઈ કુરેશી પાલારા ખાસ જેલના જેલર ડી.એમ. ગોહિલ, રજાક દાઉદ ભટ્ટી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.