ધોળકા, તા.૧૯
ધોળકા તાલુકાના ભોળાદ, ભુરખી, વેજલકા તથા ધોલેરા તાલુકાના બાવલિયારી તેમજ ધ્રાંગધ્રાના કુલ ૪૦૦ શ્રમજીવીઓ હરિયાણાના પાણીપતમાં ફસાયેલા હતા. કોરોનાની મહામારીના કારણે તેમને પોતાના વતનમાં પરત લાવવા ધોળકાના ધારાસભ્ય અને કેબિનેટ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક – વાટાઘાટો કરી તેમની ત્યાં ભોજનની વ્યવસ્થા કરી વતન પરત લાવવા માટે પ્રયત્નો કર્યા હતા. જેમાં તેમને સફળતા મળી છે. કુલ ૪૦૦માંથી ૧૬૩ લોકોને પરત લાવી ભોળાદ અને ભુરખી ગામે સ્થાનિક શાળાઓમાં ક્વોરન્ટાઇન કરી તેમના જમવાની વ્યવસ્થા કરેલ છે. આજરોજ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ધોળકા તાલુકા ભાજપના આગેવાનો કાળુભાઇ ડાભી, કાળુભાઇ મુખી, દિગ્વિજયસિંહ મસાની દ્વારા આ લોકોનું ફૂલહારથી સ્વાગત કરી તમામને માસ્કનું વિતરણ કર્યું હતું.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રયાસોથી હરિયાણામાં ફસાયેલા ગુજરાતીઓની વાપસી

Recent Comments