જૂનાગઢ, તા.૧૪
ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એલ.બારસીયા અને સ્ટાફે બાતમીના આધારે ગુજરીયા ગામની સીમમાં દારૂ અંગે દરોડો પાડતા આરોપી પ્રકાશ ઘોહાભાઈ કાઠીની વાડીમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ દારૂ નંગ-પ૮૮ કિં.રૂા.ર,૩પ,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ રેઈડ દરમ્યાન પ્રકાશ ઘોહામાં કાઠી દરબાર મળી આવ્યા નહતા. આ અંગે ભેંસાણ પોલીસે આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપીને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.