(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
ભેસ્તાન આવાસ રેલવે ટ્રેક નજીક ટ્રેન અડફેટે મોતને ભેટેલા બે અજાણ્યા ઈસમોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને અજાણ્યા ઈસમોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ તો બંને ઈસમો સ્થાનિક કામદાર હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. પોલીસે બંને મૃતદેહોનો કબ્જા લઇ પોસ્ટ મોર્ટમ અર્થે નવિ સિવીલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંને યુવકોની ઓળખ શક્ય બની નથી પરંતુ બંને કામદાર વર્ગના હોય તેવું જણાઈ રહ્યું છે. ટ્રેક ક્રોસ કરતાં સમયે ટ્રેન અડફેટે બંનેને અકસ્માત નડ્યો હોય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ માટે પોલીસે નજીકમાં રહેલા લોકોને પણ પુછપરછ આદરી છે જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બંનેની ઓળખ શક્ય બની નથી.