(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૫
સુરેન્દ્રાનગર જિલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા ખનીજ ચોરીની નદી નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સૂચનાના આધારે લીંબડી ડીયાવએસની પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાતમીના આધારે પેટ્રોલિંગ કરાતા સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાં ભોગવા નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા તત્વો ઉપર રેઈડ કરવામાં આવી હતી. ત્યારે આરોપી સંજયભાઈ કુકાભાઈ ઝુંઝાવાડિયા, અનિલભાઈ રૂપાભાઈ મકવાણા, દિલીપભાઈ ભીમાભાઈ કણઝરિયા તેમજ વાઘાભાઈ કાનાભાઈ ખાંભલા સહિતના આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. તેમજ ડમ્પર નંગ-૪, જેસીબી નંગ-૧ તથા ૩ ટન રેતી સહિત કુલ રૂા.૭૦,૦૦,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. પોલીસ સ્ટેશનના પો.કો વિજયસિંહ ભૂપતસિંહ દ્વારા જેસીબીના ચાલક, ડમ્પરચાલક સહિત તમામમ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદી બની સાયલા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ ચોરીનો ગુનો સાયલા નોંધાવેલ છે અને નાસી ગગયેલ આરોપીઓની શોધખોળ આદરેલ છે. ગુનાની જધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. ડી.ડી.ચુડાસમાં ચલાવી રહ્યા છે.